શ્રી કડવા પટેલ સમાજ ગાંધીનગર
ગાંધીનગર સ્થિત સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજ સેવા ટ્રસ્ટ આજે વિશાળ વટવૃક્ષ બન્યું છે પરંતુ તેના બીજ તો શ્રી ધરમશી ભાઈ ઝાલાવાડિયા ના પ્રમુખ સ્થાને તા. 1-3-1985 ના રોજ રોપાયા હતા. તે સમયે માત્ર આઠ આજીવન સભ્યો થી શરૂઆત થઇ અને આજે 379 આજીવન સભ્યો છે. તેને વટવૃક્ષ જ કહેવાય ને ત્યાર થી લઈને આજ સુધી આ સમાજે સામાજિક, શેક્ષણિક તેમજ સાં���્કૃતિક ક્ષેત્રે ઉતરોઉંતર પ્રગતિ જ કરી છે. તે આપ સૌ જાણો જ છો.
સમાજ ના વટવૃક્ષ સમા પરિવાર જનો એકબીજા ના સુખ-દુખ માં સહભાગી બની શકે, સભ્યો ના નાના મોટા પ્રસંગો માટે, સૌરાષ્ટ્ર માંથી સ્નાતક - અનુસ્નાતક સુધીનું શિક્ષણ મેળવવા આવતા આપણા બાળકો ને રેહવા માટે અધતન સુવિધાયુક્ત ક્ષાત્રાલય મળી રહે તથા ગાંધીનગર ની સરકારી કચેરીઓ ના કામ માટે સોરાષ્ટ્ર માંથી આવતા આપણા સમાજ ના સભ્યો ને અતિથિગૃહ માં રહેવાની સુવિધા મળી રહે,આ બધા હેતુઓ ને પાર પાડવા માટે તે સમય ના હોદેદારો, કારોબારી સભ્યો, સમાજ ના માનનીય શ્રી ધરાશાભ્યો તથા મંત્રી શ્રીઓ ની અથાગ મહેનત ના ફળ સ્વરૂપે તા.25/08/1999 ના રોજ શેક્ષણિક ��ેતુ માટે આપડા સમાજ ને સરકાર શ્રી તરફ થી સેક્ટર-12 ખાતે 1500 ચો.મી. જમીન રાહતદરે ફાળવામાં આવી. આ રકમ ગાંધીનગર સ્થિત સમાજ ના સભ્યો ના નિર્ણય મુજબ ગાંધીનગર માં વસતા સભ્યોએ જ ભરવી એ નિર્ણય લેવાયો। આમ સભ્યો પાસે થી ફાળો એકત્રિત થયો અને ખૂટતી રકમ સમાજ ના ઘણા સભ્યો પાસે થી વગર વ્યાજે લોન પેટે લીધી તા. 25/06/1999 ના રોજ બધી રકમ સરકાર શ્રી માં ભરપાઈ સરીને જમીન દસ્તાવેજ મેળવી લીધા.
જમીન મળ્યા પછીતો તેના પર અધતન સમાજભવન બનાવવા તરફ જ સૌની મિત હોય તે સ્વભાવિક છે. તમામપ્રકારની સુવિધાયુકત સમાજ ભવન નું નિર્માણ કરવા માટે ગાંધીનગર સ્થિત સમાજના ઇજનેરી કૌશલ્ય ધરાવતા સભ્યો અને નિપુણ વ્યક્તિઓના અનુભવોનો લાભ લઇ સમાજ ભવન નું અધતન મોડેલ તૈયાર કર્યું અને બાંધકામના ખર્ચનો અંદાજ કાઢવામાં આવ્યો। બાંધકામ ખર્ચ ની અંદાજીત રકમ હતી 150 લાખ હવે શું.......? પરંતુ સમાજ ના દરેક સભ્ય સમાજ ભવન ના નિર્માણ માટે કટીબધ હતો. નાણાકીય સગવડતા નો અભાવ હોવા છતાં સમાજ ભવન નો ભૂમિપૂજન-ખાતમુહુર્ત-શિલાન્યાસ તા. 09/02/2003 ના રોજ કરવાનું નક્કી થયું. અને સમાજ ના લગભગ દરેક શાભ્યો કામે લાગી ગયા તેમાં બેહેનોએ પણ મહત્વ ની ભૂમિકા ભજવી. ભૂમિપૂજન-ખાતમુહુર્ત-શિલાન્યાસ વિધિ ના સમારોહ માં ઉપસ્થિત સમાજ ના શ્રેષ્ઠીઓ ની ઉદારતાએ સમાજ ના સભ્યો ના વિકાસ માટે મદદરૂપ થવાની પ્રણાલિકા એ અને સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના વાળા વિવિધ દાતાઓએ અને સામાજિક સંસ્થાઓ એ અમારી કાર્યશેલી માં વિશ્વાસ મુકીને દાનથી ગાંધીનગર સમાજ ની જોળી છલકાવી દીધી અને રૂ. 70 લાખ જેવી માતબર રકમ ની સહર્સ જાહેરાત કરી. સમાજ ના સભ્યો માટે આ પ્રસંગ હમેશા અવિસ્મર્ણીય રહેશે.
To empower the Saurashtra Kadva Patel community through social unity, educational support, and cultural enrichment — by providing affordable housing, student hostels, and a strong platform for shared growth and development. We are committed to fostering a spirit of togetherness, supporting academic aspirations, and offering assistance during important life events for all members of our community.
To be a pillar of strength and progress for the Saurashtra Kadva Patel community, nurturing future generations through quality education, modern hostel facilities, and inclusive social programs that uplift every member with dignity and purpose. Our vision is to create a vibrant, self-reliant, and compassionate society rooted in unity, culture, and service.
The principles that guide everything we do
Fostering strong bonds and mutual support among all members
Preserving and promoting our rich Gujarati traditions and values
Dedicated to serving society and helping those in need
Supporting educational advancement and personal development
Key milestones in our community's growth and development
Numbers that reflect our community's strength